Dam Induced Flood Disaster · Gujarat · Gujarati blog · Narmada

સરદાર સરોવરને કારણે ભરૂચ પૂરમાં સપડાયું: નિગમના દાવાની પાછળનું સત્ય

સપ્ટેમ્બર ૨, ૨૦૨૦[i]ના અમારા લેખમાં અમે સત્તાવાર માહિતીનો ઉપયોગ કરીને દેખાડ્યું હતું કે સરદાર સરોવર ડેમ (SSD)ને કારણે ભરૂચમાં જે પૂર આવ્યાં તેને ટાળવાનું શક્ય હતું. ડેમના હેઠવાસમાં ઑગસ્ટ ૨૯, ૨૦૨૦થી ઓચિંતા જ ૧૦.૭૨ લાખ ક્યુસેક પાણીનો જબ્બરદસ્ત જથ્થો છોડવામાં આવ્યો અને ભરૂચને પૂરની આફતે ઘેરી લીધું. સરદાર સરોવર ડૅમને લગતા બધા કાર્યકલાપ માટે જવાબદાર સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડે (SSNNL) હજી સુધી એનો સ્પષ્ટ, સુસંગત અને તથ્ય આધારિત જવાબ નથી આપ્યો. જો કે, નિગમ/ગુજરાત સરકાર (GoG)ના કેટલાક પ્રવક્તાઓએ દાવો કર્યો છે કે  સરદાર સરોવર ડેમને કારણે ભરૂચ બહુ મોટી હોનારતમાંથી બચી ગયું છે.  આ દાવો પાયા વિનાનો તો છેજ, એ તાજા જખમ પર મીઠું ભભરાવવા જેવો પણ છે.

SSDનું સંચાલન કેમ થયું, કેમ થવું જોઈતું હતું,  ભરૂચે જે જબ્બર સંકટ ભોગવ્યું તેના માટે કોણ જવાબદાર હતા તેની તપાસ માત્ર કોઈ સ્વતંત્ર પેનલ (જેમાં સરકારના કાર્યરત કે નિવૃત્ત અધિકારીઓ ન હોય) દ્વારા થાય તો જ આ સત્યને બહાર લાવી શકાશે.

Continue reading “સરદાર સરોવરને કારણે ભરૂચ પૂરમાં સપડાયું: નિગમના દાવાની પાછળનું સત્ય”
Dam Induced Flood Disaster · Gujarat · Gujarati blog · Narmada

ભરૂચમાં પૂરની તારાજી માટે સરદાર સરોવર જવાબદાર

સરદાર સરોવર ડૅમ (SSD)ના સંચાલકો જરાય વિચાર કર્યા વિના, અને કહી શકો કે, ક્રૂરતાથી, પાણી કેટલું છોડવું, ક્યારે છોડવું તેના નિર્ણયો લે છે. એમના નિર્ણયની અસર હેઠવાસમાં શું થશે તેના પર તો જરાય ધ્યાન નથી આપતા.  કંઈ નહીં તો, ૨૬મી ઑગસ્ટ ૨૦૨૦થી જ એમને સત્તાવાર માહિતી મળી ગઈ હતી કે  ભારે વરસાદને કારણે નર્મદાના ઉપરવાસમાં પાણી વધવા લાગ્યું છે. આ માહિતી પર એ કામ કરી શક્યા હોત તેમ છતાં ૨૯મી ઑગસ્ટ, શનિવારની વહેલી સવાર સુધી એમણે ડેમનાં સ્પિલ-વે ગેટ્સમાંથી પાણી ન છોડ્યું.  ડૅમ ૭૦ ટકા ભરાઈ ગયો હોવા છતાં એમણે પાવર હાઉસો પણ ન ચલાવ્યાં. ઓચિંતા જ ૨૯મીની રાતે એમણે દસ લાખ ક્યુસેક – દર સેકંડે ઘન ફૂટ (૨૮,૩૨૦ ક્યુમૅક એટલે કે દર સેકંડે ઘન મીટર) પાણી  છોડવાનું શરૂ કરી દીધું [i].. ત્રણ દિવસ પછી ૧ સપ્ટેમ્બર, મંગળવારની સાંજે એમણે મોટા ભાગનાં સ્પિલ ગેટ બંધ કરી દીધાં. આમ સ્પિલ-વેમાંથી નીકળતા પાણીનો જથ્થો પહેલાં કરતાં માત્ર દસમા ભાગનો રહ્યો. આ ૩-૪ દિવસમાં (૨૯મી ઑગસ્ટ અને ૧લી સપ્ટેમ્બર વચ્ચે) પાણીનો ૩૦,૦૦૦ ક્યુમૅક સુધીનોજબ્બરદસ્ત જથ્થો સ્પિલ-વે મારફતે છોડવામાં આવ્યો; એના પહેલાં કે તેના પછી કંઈ જ નહીં! પરિણામે હેઠવાસમાં ગરૂડેશ્વરથી ચાંદોદ અને ભરૂચ સુધી પૂરનાં વિનાશકારી પાણી ફરી વળ્યાં. પરંતુ લાગે છે કે, સરદાર સરોવર પ્રોજેક્ટ (SSP)ના સત્તાવાળાઓ અથવા ગુજરાત સરકારના પેટનું પાણી પણ નથી હાલ્યું. હવે સમય આવી ગયો છે કે ગુજરાતની જનતા જાગે અને આ માનવસર્જિત તારાજી માટે SSPના ખેરખાંઓનો જવાબ માગે.

Continue reading “ભરૂચમાં પૂરની તારાજી માટે સરદાર સરોવર જવાબદાર”